અધ્યાય 9 · શ્લોક 27
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥૨૭||
અર્થ
હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે, તે સર્વ કંઈ મને અર્પણ કરી દે.(૨૭)
ભાષ્ય
ભગવાન ભક્તિને જીવનના દરેક કર્મ સાથે જોડવાનો ઉપદેશ આપે છે. 'હે કૌન્તેય!' 'યત્ કરોષિ' (તું જે કાંઈ પણ (લૌકિક કે શાસ્ત્રીય) કર્મ કરે), 'યત્ અશ્નાસિ' (જે કાંઈ ખાય), 'યત્ જુહોષિ' (જે કાંઈ હોમ કરે), 'યત્ દદાસિ' (જે કાંઈ દાન આપે), 'યત્ તપસ્યસિ' (જે કાંઈ તપ કરે), 'તત્ મદર્પણમ્ કુરુષ્વ' – તે બધું મને અર્પણ કર. પોતાના સર્વ કર્મોને ભગવાનને સમર્પિત કરવાની ભાવના એ જ સહજ ભક્તિ અને કર્મયોગ છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.