અધ્યાય 9 · શ્લોક 28
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ ।
સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥૨૮||
અર્થ
આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.(૨૮)
ભાષ્ય
આ પ્રમાણે સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાનું ફળ શું છે તે જણાવે છે. 'એવમ્' (આ રીતે કરવાથી) તું 'શુભાશુભફલૈઃ કર્મબન્ધનૈઃ મોક્ષ્યસે' – શુભ (પુણ્ય) અને અશુભ (પાપ) ફળ આપનારા કર્મના બંધનોથી મુક્ત થઈ જઈશ. 'સંન્યાસયોગયુક્તાત્મા' – સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવારૂપી સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું 'વિમુક્તઃ' (સંપૂર્ણપણે મુક્ત થઈને) 'મામ્ ઉપૈષ્યસિ' – મને પામીશ. સર્વસ્વ ભગવાનને સમર્પણ કરવાથી કર્મબંધન છૂટી જાય છે અને ભગવદ્ પ્રાપ્તિ થાય છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.