અધ્યાય 9 · શ્લોક 25
યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥૨૫||
અર્થ
દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.(૨૫)
ભાષ્ય
'જેવી જેની ઉપાસના, તેવી તેની ગતિ' – આ સિદ્ધાંત ભગવાન સ્પષ્ટ કરે છે. 'દેવવ્રતાઃ દેવાન્ યાન્તિ' – દેવતાઓનું વ્રત (ઉપાસના) કરનારા દેવોને પામે છે. 'પિતૃવ્રતાઃ પિતૄન્ યાન્તિ' – પિતૃઓનું વ્રત કરનારા પિતૃલોકને પામે છે. 'ભૂતેજ્યાઃ ભૂતાનિ યાન્તિ' – ભૂત-પ્રેત વગેરેની પૂજા કરનારા તે ભૂતોને પામે છે. 'મદ્યાજિનઃ અપિ મામ્ યાન્તિ' – અને મારું યજન (પૂજન, ભક્તિ) કરનારા મને જ પામે છે. આથી, જે સર્વોચ્ચ ગતિ ઈચ્છતા હોય, તેમણે પરમાત્માની જ ઉપાસના કરવી જોઈએ.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.