અધ્યાય 9 · શ્લોક 24
અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ।
ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે ॥૨૪||
અર્થ
કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી. તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.(૨૪)
ભાષ્ય
તે પૂજન અવિધિપૂર્વકનું શા માટે છે તે સ્પષ્ટ કરે છે. 'હિ' (કારણ કે) 'સર્વયજ્ઞાનામ્ ભોક્તા ચ પ્રભુઃ ચ અહમ્ એવ' – સર્વ યજ્ઞોનો ભોક્તા (સ્વીકારનાર) અને પ્રભુ (સ્વામી, ફળદાતા) હું જ છું. 'તુ' (પરંતુ) 'તે' (અન્ય દેવતાઓના ભક્તો) 'મામ્ તત્ત્વેન ન અભિજાનન્તિ' – મને તત્ત્વથી (મારા વાસ્તવિક સર્વોચ્ચ સ્વરૂપને) ઓળખતા નથી. 'અતઃ ચ્યવન્તિ' – તેથી તેઓ (પોતાના મુખ્ય લક્ષ્ય, મોક્ષથી) ચ્યુત થાય છે, પડી જાય છે. તેઓ દેવલોક સુધી જઈને પાછા ફરે છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.