અધ્યાય 8 · શ્લોક 15
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ ।
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ॥૧૫॥
અર્થ
એ પરમ સિદ્ધિ પ્રાપ્ત મહાત્માઓ પછી દુઃખનું સ્થાન અને અશાશ્વત એવા જન્મને પામતા નથી.(૧૫)
ભાષ્ય
ભગવાનને પ્રાપ્ત કરવાનું ફળ શું છે તે જણાવે છે. 'મામ્ ઉપેત્ય' – મને પામ્યા પછી 'પરમામ્ સંસિદ્ધિમ્ ગતાઃ મહાત્માનઃ' – પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ 'દુઃખાલયમ્ અશાશ્વતમ્ પુનર્જન્મ ન આપ્નુવન્તિ' – દુઃખોનું ઘર એવા અને નાશવંત એવા પુનર્જન્મને પામતા નથી. ભગવાનની પ્રાપ્તિ એ જ પરમ સિદ્ધિ છે, જે જન્મ-મરણના દુઃખમય ચક્રમાંથી હંમેશ માટે મુક્તિ અપાવે છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.