અધ્યાય 6 · શ્લોક 42
અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ ।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ॥૪૨॥
અર્થ
અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે, કારણકે આવા પ્રકાર નો જન્મ આ લોકમાં દુર્લભ છે.જેનો યોગીના કુળમાં જન્મ થાય છે,(૪૨)
ભાષ્ય
અથવા (પહેલા વિકલ્પ કરતાં પણ વધુ શ્રેષ્ઠ સ્થિતિમાં) તે યોગભ્રષ્ટ 'ધીમતામ્ યોગિનામ્ એવ કુલે ભવતિ' – બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે. 'હિ' (ખરેખર), 'લોકે ઈદૃશમ્ યત્ જન્મ' – આ લોકમાં આ પ્રકારનો જે જન્મ છે, 'એतत् દુર્લભતરમ્' – તે અત્યંત દુર્લભ છે. યોગીના કુળમાં જન્મ મળવાથી બાળપણથી જ યોગના સંસ્કાર અને વાતાવરણ મળે છે, જે સાધના માટે ખૂબ જ અનુકૂળ છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.