અધ્યાય 10 · શ્લોક 34
મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ ।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥૩૪॥
અર્થ
સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.(૩૪)
ભાષ્ય
'અહં સર્વહરઃ મૃત્યુઃ ચ' – હું સર્વનું હરણ કરનાર મૃત્યુ છું. 'ભવિષ્યતામ્ ઉદ્ભવઃ ચ' – અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારાઓનું ઉદ્ભવ (ઉત્પત્તિનું કારણ અને તેમની ઉન્નતિ) પણ હું છું. 'નારીણાં કીર્તિઃ, શ્રીઃ, વાક્ ચ, સ્મૃતિઃ, મેધા, ધૃતિઃ, ક્ષમા' – સ્ત્રીઓમાં રહેલા સાત શ્રેષ્ઠ ગુણો: કીર્તિ (યશ), શ્રી (શોભા, સંપત્તિ), વાક્ (મધુર અને સત્ય વાણી), સ્મૃતિ (યાદશક્તિ), મેધા (બુદ્ધિ), ધૃતિ (ધીરજ) અને ક્ષમા પણ હું જ છું.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.