અધ્યાય 10 · શ્લોક 27
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥૨૭॥
અર્થ
અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું, ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમજ.(૨૭)
ભાષ્ય
'અશ્વાનામ્ અમૃતોદ્ભવમ્ ઉચ્ચૈઃશ્રવસમ્ મામ્ વિદ્ધિ' – ઘોડાઓમાં અમૃત મંથન સમયે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ઉચ્ચૈઃશ્રવા નામના અશ્વને તું હું જ જાણ. 'ગજેન્દ્રાણામ્ ઐરાવતમ્' – હાથીઓમાં હું ઐરાવત (ઇન્દ્રનો હાથી) છું. 'નરાણાં ચ નરાધિપમ્' – અને મનુષ્યોમાં હું નરાધિપ (રાજા) છું (જે પ્રજાનું પાલન અને રક્ષણ કરે છે).
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.