અધ્યાય 9 · શ્લોક 9

ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ।

ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥૯||

અર્થ

હે ધનંજય ! કર્મો પ્રત્યે ઉદાસીન પુરુષ પ્રમાણે આસક્તિ વગરના રહેલા મને તે કર્મો બંધન કરતાં નથી.(૯)

ભાષ્ય

ભગવાન પુનઃ પોતાની અલિપ્તતા સ્પષ્ટ કરે છે. 'હે ધનંજય!' 'તાનિ કર્માણિ' (સૃષ્ટિ, સ્થિતિ, લય વગેરે) તે કર્મો 'માં ન નિબધ્નન્તિ' – મને બાંધતા નથી. શા માટે? કારણ કે 'તેષુ કર્મસુ' – તે કર્મોમાં હું 'અસક્તમ્' (આસક્તિ રહિત) અને 'ઉદાસીનવત્ આસીનમ્' – ઉદાસીનની જેમ (તટસ્થ ભાવે) રહેલો છું. કર્તાપણાના અભિમાન અને ફળની આસક્તિનો અભાવ હોવાને કારણે ભગવાન આ મહાન કર્મો કરવા છતાં તેના બંધનમાં આવતા નથી.

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.