અધ્યાય 9 · શ્લોક 20
ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે ।
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમશ્નન્તિ દિવ્યાન્દિવિ દેવભોગાન્ ॥૨૦||
અર્થ
ત્રણ વેદ જાણનારા,સોમપાન કરનારા,અને તેના યોગથી નિષ્પાપ થયેલા, યાજ્ઞિકો યજ્ઞ વડે મારું પૂજન કરીને સ્વર્ગ પ્રાપ્તિ માટે મારી પ્રાર્થના કરે છે અને તેઓ દીક્ષિત પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં જઈ દેવોના ભોગો ભોગવે છે.(૨૦)
ભાષ્ય
હવે ભગવાન સકામ ભાવે વેદોક્ત કર્મ કરનારાઓની ગતિનું વર્ણન કરે છે. 'ત્રૈવિદ્યાઃ' (ત્રણ વેદો જાણનારા અને તેમાં કહેલા કર્મો કરનારા), 'સોમપાઃ' (યજ્ઞમાં સોમરસનું પાન કરનારા), 'પૂતપાપાઃ' (યજ્ઞો દ્વારા પાપોથી શુદ્ધ થયેલા) લોકો 'યજ્ઞૈઃ મામ્ ઇષ્ટ્વા' (યજ્ઞો દ્વારા મારું (ઇન્દ્રાદિ દેવરૂપે) પૂજન કરીને) 'સ્વર્ગતિં પ્રાર્થયન્તે' – સ્વર્ગની ગતિ માટે પ્રાર્થના કરે છે. 'તે પુણ્યમ્ સુરેન્દ્રલોકમ્ આસાદ્ય' – તેઓ પોતાના પુણ્યના ફળરૂપે ઇન્દ્રલોક (સ્વર્ગ) ને પામીને 'દિવિ દિવ્યાન્ દેવભોગાન્ અશ્નન્તિ' – સ્વર્ગમાં દિવ્ય દેવતાઓના ભોગોને ભોગવે છે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.