અધ્યાય 7 · શ્લોક 20

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ ।

તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥૨૦॥

અર્થ

જે અજ્ઞાનીઓ નું પોતાના સ્વભાવ ને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે તે મારા-આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઈતર દેવતાઓની ઉપાસના કરે છે.(૨૦)

ભાષ્ય

જેઓ પરમાત્માને નથી ભજતા, તેઓ અન્ય દેવતાઓને શા માટે ભજે છે તેનું કારણ જણાવે છે. 'તૈઃ તૈઃ કામૈઃ હૃતજ્ઞાનાઃ' – તે તે (ક્ષુદ્ર) કામનાઓ વડે જેમનું જ્ઞાન હરાઈ ગયું છે, 'સ્વયા પ્રકૃત્યા નિયતાઃ' – પોતાના સ્વભાવ (પૂર્વ સંસ્કારો) ને વશ થયેલા લોકો 'તં તં નિયમમ્ આસ્થાય' – તે તે દેવતાના ઉપાસના સંબંધી નિયમોનું પાલન કરીને 'અન્યદેવતાઃ પ્રપદ્યન્તે' – બીજા દેવતાઓના શરણે જાય છે. તેઓ પોતાની તાત્કાલિક કામનાઓની પૂર્તિ માટે, પોતાના સ્વભાવને અનુરૂપ દેવતાઓની પૂજા કરે છે, કારણ કે તેમનો વિવેક કામનાઓ વડે ઢંકાઈ ગયેલો હોય છે.

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.