અધ્યાય 10 · શ્લોક 19
શ્રીભગવાન ઉવાચ ।
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ॥૧૯॥
અર્થ
શ્રી ભગવાન કહે છે : હે કુરુશ્રેષ્ઠ ! હવે મારી પ્રમુખ વિભૂતિઓ હું તને કહીશ કારણ કે મારા વિસ્તારનો અંત નથી.(૧૯)
ભાષ્ય
અર્જુનની વિનંતી સ્વીકારીને ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરવા સંમત થાય છે. 'હન્ત' (ભલે, સારું), 'હે કુરુશ્રેષ્ઠ!' 'તે દિવ્યાઃ હિ આત્મવિભૂતયઃ કથયિષ્યામિ' – હું તને મારી દિવ્ય વિભૂતિઓ કહીશ. પરંતુ બધી નહીં, 'પ્રાધાન્યતઃ' – મુખ્ય મુખ્ય જ કહીશ. શા માટે? 'મે વિસ્તરસ્ય અન્તઃ ન અસ્તિ' – કારણ કે મારા વિસ્તારનો (વિભૂતિઓનો) કોઈ અંત નથી. ભગવાનની વિભૂતિઓ અનંત છે, તેથી તેઓ માત્ર મુખ્ય વિભૂતિઓનું જ વર્ણન કરશે, જેના દ્વારા તેમના ઐશ્વર્યનો ખ્યાલ આવી શકે.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.