અધ્યાય 10 · શ્લોક 17

કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ ।

કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ॥૧૭॥

અર્થ

હે યોગેશ્વર ! સતત આપનું ચિંતન કરનારો હું આપને કયી રીતે જાણી શકું? હે ભગવન્ ! આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો ? (૧૭)

ભાષ્ય

અર્જુન ધ્યાન અને ઉપાસના માટે માર્ગદર્શન માંગે છે. 'હે યોગિન્!' (હે યોગેશ્વર!) 'સદા પરિચિન્તયન્' – નિરંતર આપનું ચિંતન કરતો હું 'ત્વામ્ કથં વિદ્યામ્?' – આપને કેવી રીતે જાણી શકું? 'ચ કેષુ કેષુ ભાવેષુ' – અને કયા કયા ભાવોમાં (સ્વરૂપોમાં, પદાર્થોમાં) 'ભગવન્! મયા ચિન્ત્યઃ અસિ?' – હે ભગવન્! આપ મારા દ્વારા ચિંતન કરવા યોગ્ય છો? અર્જુન પૂછે છે કે તે ધ્યાન કરવા માટે ભગવાનના કયા સ્વરૂપો પર મન કેન્દ્રિત કરે.

Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.