અધ્યાય 10 · શ્લોક 39
યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ॥૩૯॥
અર્થ
હે અર્જુન ! સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.(૩૯)
ભાષ્ય
ભગવાન પોતાની વિભૂતિઓનું તાત્પર્ય સમજાવતાં કહે છે. 'ચ અપિ' (અને વળી) 'હે અર્જુન!' 'સર્વભૂતાનાં યત્ બીજમ્' – સર્વ પ્રાણીઓનું જે બીજ (મૂળ કારણ) છે, 'તત્ અહમ્' – તે હું છું. 'મયા વિના યત્ સ્યાત્' – મારા વિના હોય એવું 'તત્ ચરાચરમ્ ભૂતમ્ ન અસ્તિ' – કોઈ પણ ચર કે અચર પ્રાણી કે પદાર્થ નથી. સર્વની ઉત્પત્તિ, સ્થિતિ અને અંત ભગવાનમાં જ છે, તેમના વિના કશાનું અસ્તિત્વ નથી.
Banaka ઍપમાંથી પાઠ અને ભાષ્ય.